પહેલીવાર વેસ્ટઈન્ડિઝે સતત બીજી મેચ જીતીને લીડ લીધી

પહેલીવાર વેસ્ટઈન્ડિઝે સતત બીજી મેચ જીતીને લીડ લીધી:બીજી મેચમાં ભારતને 2 વિકેટે હરાવ્યું, નિકોલસ પૂરનની અડધી સદી


image

ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ સામેની T20I શ્રેણીમાં 2-0થી પાછળ રહી ગઈ છે. ટીમને બીજી T20 મેચમાં કેરેબિયન્સે 2 વિકેટે પરાજય આપ્યો હતો. T20 ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત વેસ્ટઈન્ડિઝે સતત બે મેચ જીતીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે.

ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રવિવારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમે 18.4 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી હતી.

પૂરન-પોવેલની અડધી સદીની ભાગીદારી
32 રનમાં પ્રથમ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ વિકેટકીપર નિકોલસ પૂરને રોવમેન પોવેલ સાથે ચોથી વિકેટ માટે 37 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન પંડ્યાએ આ ભાગીદારીને તોડી હતી. તેણે પોવેલને આઉટ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાની ઇનિંગ...
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. યુવા બેટર તિલક વર્માએ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. ઈશાન કિશને 27 અને હાર્દિક પંડ્યાએ 24 રનનું યોગદાન આપ્યું હતું.

અકીલ હોસેન, અલઝારી જોસેફ અને રોમારિયો શેફર્ડને બે-બે વિકેટ મળી હતી.

તિલક વર્માની પ્રથમ ફિફ્ટી

પડતી વિકેટો વચ્ચે યુવા બેટર તિલક વર્માએ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તેણે 41 બોલમાં 124.39ની સ્ટ્રાઈક રેટથી 51 રન બનાવ્યા. તિલકે પ્રથમ T20 મેચમાં 39 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

રવિ બિશ્નોઈને તક મળી, કુલદીપ યાદવને ઈજા પહોંચી

ટીમ ઈન્ડિયાએ રવિ બિશ્નોઈને પ્લેઇંગ-11માં તક આપી છે. બિશ્નોઈને કુલદીપની જગ્યાએ સ્થાન મળ્યું છે. કુલદીપ યાદવને નેટ્સમાં ડાબા હાથના અંગુઠામાં ઈજા પહોંચી છે. તેના કારણે તે આજની મેચ રમી રહ્યો નથી. જ્યારે વેસ્ટઈન્ડિઝની ટીમમાં કોઈ ફેરફાર નથી.

આ મેચમાં ભારત પાસે 1-1થી ડ્રો કરવાની તક હશે. શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટઈન્ડિઝે 4 રને જીત મેળવી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ11

વેસ્ટઈન્ડિઝ: રોવમેન પોવેલ (કેપ્ટન), બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ અને ઓબેડ મેક્કોય.

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર અને રવિ બિશ્નોઈ.

હેડ ટુ હેડમાં ભારત આગળ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ T20Iમાં 26 વખત સામસામે આવી ચુક્યા છે. ભારત 17 વખત અને વેસ્ટઈન્ડિઝ 8 વખત જીત્યું, એક મેચ પણ અનિર્ણિત રહી.

વેસ્ટઈન્ડિઝમાં બંને ટીમ વચ્ચે 8 મેચ રમાઈ હતી. બંને ટીમ 4-4 વખત જીતી હતી.

પિચ રિપોર્ટ

પ્રોવિડન્સ સ્ટેડિયમની પીચ બોલિંગ માટે મદદરૂપ સાબિત થાય છે. અહીં સ્પિનર ​​બોલરના બોલમાં ઘણી સ્પિન હોય છે. આ પીચ પર બેટર્સ માટે રન બનાવવા ખૂબ મુશ્કેલ છે.

હવામાન સ્થિતિ

રવિવાર 6 ઓગસ્ટે ગયાનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસનું તાપમાન 25થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. રવિવારે વરસાદની 66 ટકા શક્યતા છે.

resource

Sort:  

It is plagiarism content. Please share your own quality and quantity content. Otherwise, you can face our downvote trail. Any type of plagiarism is not allowed on steemit.
Source

Plagiarism, Spam, and Abuse

Thank you.
From,
The Detective of Steem Abuse team.

3QSRTKmhQCHwi5QTxzuTheFdToPmoVWVuQpPSqtV8P9MNR1nWj6bceMTt7yhBkLKN4SwMc633NQabVydAR8BBmKf3nfqQD4jJqm2JwRzs1.Z6eCWw79GsnK2wwqUZDQw8yeP75gbwmoWnS46Bg4YCFNGqj42KqiENDRtTzUSN6szNMjJ3NjhAp3cwuTR4AMxtYxne9DzCP5HYzY5EMB3eDwPvyyW12FjuYpBp.png

Contact us on our discord server in "appeal" channel

Coin Marketplace

STEEM 0.15
TRX 0.17
JST 0.028
BTC 68886.39
ETH 2464.41
USDT 1.00
SBD 2.42